નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
Live TV
-
ગરૂડેશ્વરના મીઠીવાવ, દેડિયાપાડાના કાકરપાડા અને આંજણવાઈ, તિલકવાડાના કસુંદર, નાંદોદના મૌજી અને ગરૂડેશ્વરના નાસરી ગામે ખેડૂતોને તાલીમ આપવામાં આવી
આપણે સૌ જાણીએ છીએ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગથી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસરો થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એક ઉત્તમ વિકલ્પ છે. નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે.
નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે હાલમાં ગ્રામ પંચાયતોમાં ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી સાથે તાલીમ આપવામાં આવી રહી છે. સોમવારે ગરૂડેશ્વર તાલુકાના મીઠીવાવ, દેડિયાપાડા તાલુકાના કાકરપાડા અને આંજણવાઈ, તિલકવાડા તાલુકાના કસુંદર, નાંદોદ તાલુકાના મૌજી અને ગરૂડેશ્વર તાલુકાના નાસરી ગામે તાલીમ યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન થતો હોવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં પાણીનો ઓછો ઉપયોગ થતો હોવાથી પાણીનો પણ બચાવ થાય છે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન પહોંચતું નથી. પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદિત ધાન્યો-ખાદ્યપદાર્થો સ્વસ્થ અને પૌષ્ટિક હોય છે. તેથી આ ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને ખાતર બનાવવાની રીતો, પાકની પસંદગી, પાક રોપવાની યોગ્ય રીત, જૈવિક ખાતરોનો ઉપયોગ, ફાયદાકારક જંતુઓનો ઉપયોગ, ખેતરમાં ઉત્પાદિત પાકનું બજાર શોધવા અને વેચાણ કરવા માટેની માહિતી પુરી પાડવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો જે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. આનાથી નર્મદા જિલ્લાના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનવામાં મદદ મળશે અને પર્યાવરણનું રક્ષણ પણ થશે. નર્મદા જિલ્લાના ખેડૂતો સાથે મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે.
