નર્મદા જિલ્લામાં બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પયાત્રાની તિલકવાડા ખાતે પૂર્ણાહુતી
Live TV
-
નર્મદા જિલ્લામાં બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાની તિલકવાડા ખાતે સફળ પૂર્ણાહુતી થઈ હતી. તિલકવાડા તાલુકાના માંગુ ગામના લોકોએ સંકલ્પ રથના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સંદેશા સાથે સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે સૌ ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સામુહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના સહિતની વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાયું હતું. આ તકે ગ્રામજનોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પ અને ICDS દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સનો લાભ લીધો હતો.
