Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
નર્મદા જિલ્લામાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા બની અબોલ પશુઓ માટે સારવારનો સહારો | DD News Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લામાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા બની અબોલ પશુઓ માટે સારવારનો સહારો

Live TV

X
  •  નર્મદા જિલ્લામાં અબોલ પશુઓની તાત્કાલિક સારવાર માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અસરકારક બની રહી છે.

    એપ્રિલથી જૂન-2026 દરમિયાન આ સેવા હેઠળ 2,641 પશુઓને સારવાર અને જરૂરી તબીબી સેવાઓ આપવામાં આવી હતી.જિલ્લામાં હાલ 19 મોબાઇલ પશુદવાખાના કાર્યરત છે, જે 245 ગામોના પશુઓને આવરી લે છે. આ સેવા હેઠળ પશુપાલકોને ઘેરબેઠાં નિઃશુલ્ક પશુ સારવાર પૂરી પાડવામાં આવે છે.ત્રણ મહિનામાં બાહ્ય પરોપજીવી સંક્રમણના સૌથી વધુ 1,281 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કૃમિ સંક્રમણ, પ્રજનન સંબંધિત સમસ્યા, સર્જિકલ ઘા અને ઝાડા સહિતની વિવિધ આરોગ્ય સમસ્યાઓની પણ સારવાર કરવામાં આવી હતી.પશુ બીમાર, ઇજાગ્રસ્ત કે મુશ્કેલીમાં હોય ત્યારે પશુપાલકો અને નાગરિકો 1962 ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
apply