નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યના કોઇ પણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી.
ઉત્તર અને પૂર્વોત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોની દિશા બદલાઇને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે જેથી લધુત્તમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 9.3, અમદાવાદમાં 15, વડોદરામાં 17.8 અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.