નવરાત્રી-2026ને લઈ અમદાવાદ પોલીસની ગરબા આયોજકો સાથે બેઠક
Live TV
-
અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે તે હેતુસર આજ તા.30/9/2026 ના રોજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનાઓના અધ્યક્ષસ્થાને ગરબા આયોજકો સાથે એક અગત્યની મિટીંગનું આયોજન પોલીસ કમિશનરની કચેરી ખાતે કરવામાં આવેલ હતુ.
બેઠકમાં શહેરના તમામ સંયુક્ત/અધિક પોલીસ કમિશનર, તમામ નાયબ પોલીસ કમિશનર, તમામ મદદનીશ પોલીસ કમિશનરઓ, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર, શહેર પોલીસ સ્ટેશનમાંથી She Team ઇન્ચાર્જ તથા ચીફ ફાયર ઓફીસર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાઓ ઉપસ્થિત રહેલ હતા.
આ બેઠકમાં નવરાત્રી મહોત્સવ-2026 અનુસંધાને ગરબા આયોજકો દ્વારા ગરબા આયોજનની પોલીસ વિભાગ પાસેથી કેવી રીતે મંજુરી મેળવવી તથા સાવચેતી અને અગતચેતીના પગલાં સારુ કયા કયા વિભાગના સર્ટીફીકેટો મેળવવા તેની નીચે મુજબની વિગતે સમજ કરવામાં આવેલ હતી.
નવરાત્રી રાસ-ગરબાનું પરફોર્મન્સ લાયસન્સ મેળવવા માટે ગુજરાત સરકારના www.ifp.gujarat.gov.in પોર્ટલ પર અરજદારો દ્રારા જરૂરી દસ્તાવેજો રજુ કરવા. જેમાં ;
* અરજદારનું આધારકાર્ડ
* જે જગ્યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે જગ્યાના માલિકનું સંમતિ પત્ર
* પોતાની માલિકીની જગ્યા હોય તો માલિકના પુરાવાની વિગત
* ફાયર સેફટી બાબતે ફાયર ડિપાર્ટમેન્ટની એન.ઓ.સી.
* વિજળી જોડાણ અંગે સરકાર માન્ય કોન્ટાક્ટરનું પ્રમાણપત્ર અથવા ઇલેક્ટ્રીક ઇન્સપેક્ટરની એન.ઓ.સી.
* જાહેર હિતના વિમા પોલીસીની વિગત
* કાર્યક્રમના સ્થળ પર સી.સી.ટી.વી. ની વ્યવસ્થાની વિગત
* કાર્યક્રમના સ્થળે એકત્ર થનાર પ્રેક્ષકોની સલામતી માટે સીક્યુરીટી ગાર્ડ, મહિલા સીક્યુરીટી ગાર્ડ, મેટલ ડીટેક્ટર વિગેરે રાખેલ હોય તેની વિગત
* Entry/Exit points and Emergency Exit ની વ્યવસ્થા કરવાની રહેશે.
* જમીન સરકારી માલિકીની હોય તો તેના મંજુરી પત્ર અને ભાડા ભર્યાની પહોંચની પ્રમાણીત ઝેરોક્ષ નકલ
* ખુલ્લી જગામાં હંગામી ટેન્ટ, સ્ટેજ દ્વારા કાર્યક્રમ સ્ટ્રક્ચર યોગ્ય છે તે સંબંધે કા.પા.ઇ.શ્રી (PWD) નું એન.ઓ.સી.
આ મિટીંગમાં મોટા ગરબાઓમાં ખેલૈયાઓની સંખ્યા ગણી શકાય તેવા AI Based CCTV કેમેરા લગાવવા આયોજકોને સૂચના કરેલ તથા ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ લોકોની સલામતિ/સુરક્ષા જળવાઇ રહે, ટ્રાફીકનું વ્યવસ્થાપન સુચારુરુપે થાય અને કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યો/ કેફી પ્રવાહી/કેફી પ્રદાર્થના સેવન કરેલ વ્યક્તિ ગરબાના સ્થળે અંદર ન પ્રવેશે તે અંગે વિશેષ ધ્યાન રાખવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.
