Skip to main content
Settings Settings for Dark

નવસારીની આઈ.ટી.આઈ. બિલીમોરા ડ્રોન પાઇલટ કોર્સમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ, પશ્ચિમ ભારતનો સર્વશ્રેષ્ઠ મળ્યો એવોર્ડ

Live TV

X
  • પરંપરાગત શિક્ષણને પાછળ છોડીને નવસારી જિલ્લાની આઈ.ટી.આઈ. બિલીમોરાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે.

    ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) માન્ય ડ્રોન પાઇલટ કોર્સ ચલાવતી આ સમગ્ર ગુજરાતની એકમાત્ર સરકારી સંસ્થા બની છે, જેણે 94.04ટકા જેવા ઝળહળતા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ અસાધારણ સફળતા બદલ સંસ્થાને રાષ્ટ્રીય કક્ષાએ પશ્ચિમ ઝોનનો 'બેસ્ટ પરફોર્મિંગ એવોર્ડ' તેમજ રાજ્ય સરકાર તરફથી ₹11 લાખનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

    અહીં શરૂ થયેલો અત્યાધુનિક ડ્રોન પાઇલટ કોર્સ યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માત્ર 10 દિવસના આ ટૂંકા ગાળાના કોર્સમાં વિદ્યાર્થીઓને ડ્રોન એસેમ્બલિંગ, સિમ્યુલેટર ટ્રેનિંગ અને લાઈવ ફ્લાઈંગની સઘન ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે. સંસ્થાનો પ્લેસમેન્ટ રેટ 75 ટકાથી વધુ છે, જેના કારણે સત્તાવાર તાલીમ પૂર્ણ કરતાંની સાથે જ વિદ્યાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા દેશની નામાંકિત મલ્ટીનેશનલ કંપનીઓમાં આકર્ષક પેકેજ સાથે સીધી નોકરી મળી રહી છે. સંસ્થાના પ્રિન્સિપાલ પી. એસ. પટેલ અને સુપરવાઈઝર  જીજ્ઞેશ પટેલે આ સફળતાને ટીમવર્કનું પરિણામ ગણાવ્યું હતું.કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે જે કોર્સની ફી ₹15,250 છે, તે ખેડૂતો માટે ઘટાડીને માત્ર ₹1,250  રાખવામાં આવી છે. આ રાહતનો લાભ લઈને ગ્રામીણ વિસ્તારના અનેક યુવક-યુવતીઓ આત્મનિર્ભર બની રહ્યા છે. તાલીમ મેળવી રહેલી વિદ્યાર્થીનીઓ જેસ્મીનબેન અને પ્રીતિબેનના જણાવ્યા અનુસાર, આ હાઈ-ટેક કોર્સથી મહિલાઓ માટે પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ખુલી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply