Skip to main content
Settings Settings for Dark

નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નવસારી પ્રવાસ દરમિયાન જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા હતા. ઉપસ્થિત સૌને વસંત પંચમીની શુભકામનાઓ પાઠવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માઁ સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ સહભાગી થવાની તકને ગૌરવશાળી ગણાવી હતી.

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2025 નું વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આ વર્ષે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ, બંધારણના અમૃત મહોત્સવની ઉજવણી કરવાના છીએ, ત્યારે દેશની સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસના ગૌરવને ઉજાગર કરતી કરાડીની આ રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ પણ આ વર્ષે ઉજવાય રહ્યો છે, તે સુભગ સંયોગ છે.

    આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કરાડી શાળાના શતાબ્દી વર્ષ પૂર્ણ કરતા શાળા સાથે સંકળાયેલા દાતાઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને જલાલપોરના કાંઠા વિસ્તારમાં શિક્ષણ અને સામાજિક દ્રષ્ટિએ કરેલા યોગદાનને બિરદાવ્યા હતા . અને શાળાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક વારસાને સાચવીને વિકસિત ભારતના સંકલ્પમાં શાળાના બાળકો વધુમાં વધુમાં સંકલ્પબદ્ધ થાય તે માટે શાળાને શુભેચ્છાઓ પાઠવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply