Skip to main content
Settings Settings for Dark

નવી કુટિર ઉદ્યોગ નીતિ, સબસીડીથી લઇને મહત્તમ ધિરાણમાં કરાયો વધારો

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારે ધિરાણ 8.75 લાખથી વધારી રૂપિયા 25 લાખ કર્યું હતુ. આ ઉપરાંત સબસિડીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

    રાજ્યમાં નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉદ્યોગ મંત્રીએ નવી કુટીર ઉદ્યોગ નીતિની જાહેરાત કરી હતી. નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિમાં વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે. ઉપરાંત આ યોજના અંતર્ગત રૂપિયા 8.75 લાખથી વધારી રૂપિયા 25 લાખ કરવામાં આવી છે. ત્યારે સબસીડીની રકમ રૂપિયા 1.25 લાખથી વધારી 3.75 લાખ કરી દેવાઇ હતી.

    બીજી તરફ ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતુ કે આવનાર પાંચ વર્ષ માટે 3.30 લાખ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી ઉભી થશે. હાથશળ અને હસ્તકળાના કારિગરો માટે મૂડી ધીરાણ 1 લાખથી વધારી 3 લાખ કરાશે. તથા કૌશલ્ય વિકાસની તાલીમ ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવશે. જેમાં કારીગરો અને મંડળીઓ 45 હજાર લાભાર્થિઓને આવરી લેવાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply