નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે સૌપ્રથમ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ
Live TV
-
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન દ્વારા આયોજિત સૌપ્રથમ ત્રિદિવસીય ઉંમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એક્સપોમાં આશરે 40 થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રદર્શન સ્ટોલ લગાવવામાં આવ્યા છે. મંત્રીએ એક્સપોના શરૂઆત કરાવ્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લિધી હતી અને ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટસ વિશે માહિતી મેળવી હતી.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના ઉદઘાટન પ્રસંગે કનુ દેસાઈએ તમામને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ઉમરગામમાં સૌપ્રથમ થઈ રહેલા એક્સપોના કારણે અનેકવિધ લોકલ ઈન્ડસ્ટ્રીયલ પોડક્ટ્સ વિશે લોકોને માહિતી મળશે તેમજ ઊદ્યોગોને પણ વેગ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી મહત્વનું કાર્ય રોજગાર વધરવા માટે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને કર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતમાં અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોની સ્થાપના થઈ છે જેથી રોજગારીનું પ્રમાણ વધ્યું છે. ઉમરગામમાં ઉદ્યોગોના વિકાસથી લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ઉમરગામ શ્રેષ્ઠ જગ્યા છે. MSMEને કારણે અનેક લઘુ ઉદ્યોગોને ફાયદાઓ થયા છે સાથે સાથે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે.
એક્સપોના શુભારંભ પ્રસંગે ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન ઉમરગામ તાલુકામાં અને જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદન વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી કરવામાં આવ્યું છે તેમ જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.