Skip to main content
Settings Settings for Dark

નાના ભૂલકાઓના વાલીઓ માટે સિવિલ હોસ્પિટલમાં વધુ એક ચેતવણીરૂપ કિસ્સો

Live TV

X
  • રાજયના  કોઇપણ ખૂણે ગમે તે પ્રકારની આપદા આવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત છે. 

    છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી  છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય તેમજ રાજ્ય બહારના હજારો દર્દી ઓ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશીર્વાદ બની રહી છે.

    છેલ્લાં બે દિવસમાં સિવિલ હોસ્પિટલ ખાતે એક કિસ્સામાં બાળકની શ્વાસનળીમાં ફસાયેલ પ્લાસ્ટિકની સીસોટીને દૂર કરી સાજા કરવાનો તેમજ બીજી તરફ મૃત દર્દી નાં ઘરે જઇ ડૉકટરો દ્વારા સ્કીનનું દાન લઇને જરૂરિયાતમંદને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી કરાઇ છે. 

    વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે, અમદાવાદના રહેવાસી અને મજૂરી કરતા જગદીશ બોડાણાના 10 વર્ષના પુત્ર ક્રિષ્નાને રમતા રમતા આકસ્મિક રીતે રમકડાની પ્લાસ્ટીકની સીસોટી શ્વાસનળીમાં જતી રહેતા ઉધરસ શરુ થઈ હતી. પ્રથમ તેઓ દીકરાને લઇ એલજી હોસ્પિટલમાં ગયા જ્યાં તેનો એક્સ-રે તેમજ સીટી સ્કેન કરવામાં આવ્યો. ત્યારબાદ શ્વાસ નળીમાં ફોરેનબોડી જણાતા તેને સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં રીફર કરવામાં આવ્યો હતો. 

    બાળકને  સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તારીખ 20મી ડિસેમ્બર ના રોજ  ડૉ. જયશ્રી રામજી પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ તેમજ ડૉ. ચિરાગ પટેલ અને ડૉ. તૃપ્તિ શાહ એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા બ્રોન્કોસ્કોપી કરી ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સીસોટી  સફળતાપુર્વક બહાર કાઢવામા આવી. ઓપરેશન પછી કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા બાળક ને રજા આપવામાં આવી છે. 

    બીજી તરફ તારીખ 22 ડીસેમ્બર ના રોજ,નિકોલ, અમદાવાદ ખાતે ૯૨ વર્ષના છગન શામજીભાઈ દેવાણી મ્રુત્યુ પામતા પરીવારજનો એ સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક નો સમ્પર્ક સાધતા સિવિલ હોસ્પિટલ ના પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેવની ટીમે  ઘરે જઇ મ્રુતકની ત્વચા લઇ સ્કીન ડોનેશન સ્વીકાર્યુ હતુ. 

    આ સાથે સિવિલ હોસ્પિટલ સ્કીન બેંક ને મળેલુ આ સાતમુ અને ઘરેથી લેવામાં આવેલ બીજું સ્કીન દાન છે .રાજ્ય સરકાર સિવિલ હોસ્પિટલ ની સેવાઓમાં ઉતરોત્તર વધારો કરી રહી છે જેની સાથે સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ પણ દર્દી ઓ ને ઉતમ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ છે.

    સ્કીન ડોનેશન વિશે એ બધું જે તમે જાણવા માંગો છે.

    કોની સ્કીન લઈ શકાય 
    ૧) ઉંમર 18 વર્ષથી વધારે હોય 
    ૨) મૃત્યુના ૬(છ) કલાકની અંદર લઈ શકાય 
    ૩) ત્વચા દાન માટે વ્યક્તિએ સંકલ્પ કર્યો હોય 

    કોની સ્કીન ન લઈ શકાય
    ૧) મૃત્યુના ૬(છ) કલાક બાદ 
    ૨) મૃત્યુ કોઈ ચેપથી, હિપેટાઇટિસ,  HIV ઇન્ફેક્શનથી થયેલ હોય, ચામડીનું કેન્સર હોય

    સિવિલ હોસ્પિટલમાં સ્કીન ડોનેશન કરવા ક્યાં સંપર્ક કરવો

    સિવિલ હોસ્પિટલ, અમદાવાદના કિન બેંકનો નંબર  9428265875 છે. જે 24*7*965 દિવસ કાર્યરત છે. 

    ઉક્ત નંબર પર ફોન દ્વારા જાણ કરતા પ્લાસ્ટિક સર્જરી વિભાગની ટીમ અમદાવાદ કે ગાંધીનગર શહેરની કોઈપણ હોસ્પિટલ કે ઘરે સ્કીન લેવા આવશે.

    બ્રેઇન ડેડ કે કુદરતી રીતે મૃત્યુ પામેલ વ્યક્તિની ત્વચા લઈ શકાય છે.

    ત્વચા તેમજ પગના પાછળના ભાગ પરથી લેવામાં આવે છે. ત્વચાનું પડ જ લેવામાં આવે છે. શરીરમાંથી લોહી નીકળતું નથી કે શરીર બેડોળ થતું નથી. ત્વચા લીધા બાદ તે ભાગ પર ડ્રેસિંગ કરવામાં આવે છે.  ત્વચા લેવાની પ્રોસેસ 45 (આશરે) મિનિટની હોય છે (પોણો કલાક)

    આ ત્વચા સ્કીન બેંકમાં પ્રોસેસ કરી સાચવવામાં આવે છે. જેનો ઉપયોગ દાઝેલા દર્દી, એકસીડન્ટમાં જે દર્દીની ત્વચા નીકળી ગયેલ હોય તેવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

    ત્વચા બીજાના શરીરમાં આશરે બે ત્રણ અઠવાડિયા રહે છે. પછી કુદરતી રીતે નીકળી જાય છે. આ સમય દરમિયાન ઘરમાં રૂઝ આવી જાય છે અથવા દર્દીની પોતાની ચામડી લગાડવા માટે સમય મળે છે. અન્ય અંગોની સાથે ત્વચા દાનનો સંકલ્પ લઈ બીજાની જિંદગી બચાવી શકાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply