Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ : શહેરા ખાતેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, ન.પાની કાર્યવાહી

Live TV

X
  • પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ ગ્રાહકોને પધરાવવામાં આવતું હોવાની માહિતી નગરપાલિકાના ફૂડ અને સેફટી વિભાગને મળતી હતી, જેને લઈને પાલિકાના ફૂડ અને સેફટી વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ શરુ કરવામાં આવી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે શહેરાના મુખ્ય બઝારમાં આવેલ કનૈયા ડેરી ફાર્મ નામની દુકાનના સંચાલક દિલીપ પરમાર દ્વારા નકલી દૂધ બનાવી ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું છે.

    તેમજ નકલી દૂધ તે શહેરાની જૂની વિદ્યુત કચેરી પાસેના વિસ્તારમાં રહેણાંક મકાનને ભાડે રાખીને બનાવતો હતો. બાતમીના આધારે ફૂડ અને સેફટી વિભાગ દ્વારા આજે આ રહેણાંક મકાન પર જ છાપો મારતા ઘરમાંથી નકલી દૂધ બનાવવમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ હાનીકારક પદાર્થો મળી આવ્યા હતા.

    જયારે આ રહેણાંક મકાનમાંથી યુરીયા ખાતરની એક બેગ , રાની કપાસિયા તેલના ૧૦ ઉપરાંત ભરેલા પાઉચ તેમજ ૫૦ ઉપરાંત ખાલી પાઉચ મળી આવ્યા હતા. સંચાલક દિલીપ પરમાર દ્વારા દુધમાં ફેટ વધારવા તેમજ નકલી દૂધ બનાવવા અને ઓછા ખર્ચે વધુ લાભ મેળવવા માટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સ્પષ્ટ થતા પાલિકાના ફૂડ અને સેફટી વિભાગ દ્વારા ગોધરા ખોરાક અને ઔષધન નિયમન તંત્રને જાણ કરવામાં આવી હતી. જે આધારે ગોધરાના ખોરાક અને ઔષધન નિયમન તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને દૂધ તેમજ તેલના નમુના લઈને પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply