પદ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતના 8 મહાનુભાવોને રાજ્યપાલના અભિનંદન
Live TV
-
ભારત સરકાર દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સર્વોચ્ચ નાગરિક સન્માન - પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પદ્મ પુરસ્કારથી સન્માનિત મહાનુભાવોને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા.
પદ્મવિભૂષણ:
નૃત્ય ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર કુમુદિની લાખીયાને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા છે. કુમુદિની લાખીયાને ખુબ ખુબ અભિનંદન.
વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી પંકજ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે.પંકજ પટેલને અંતઃકરણપૂર્વકના અભિનંદન.પદ્મશ્રી:
સાહિત્ય ક્ષેત્રે અનન્ય યોગદાન બદલ સ્વ. ચંદ્રકાંત શેઠને મરણોત્તર પદ્મશ્રી સન્માન મળ્યું. સ્વ.ચંદ્રકાંત શેઠને સ્મરણપૂર્વક પ્રણામ.આર્કિટેક ક્ષેત્રમાં ચંદ્રકાંત સોમપુરા, કલા ક્ષેત્રમાં સુરેન્દ્રનગરના લવજીભાઈ નાગજીભાઈ પરમાર અને રતન કુમાર પરિમૂ, સમાજ સેવા માટે સાબરકાંઠાના સુરેશ હરિલાલ સોની અને ગુજરાતી ભાષાના કવિ તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. ગુજરાતના આ આઠ પદ્મ પુરસ્કાર વિજેતાઓને મારા અભિનંદન.
ભારત સરકાર દ્વારા 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.જેમાં 7 પદ્મવિભૂષણ,19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કારોથી સન્માનિત મહાનુભાવોમાં 23 મહિલાઓ છે. ભારત સરકાર ખરેખર અત્યંત યોગ્ય હોય તેવા રત્નોને, દેશના ખૂણે ખાંચરેથી શોધી કાઢીને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ માટે ભારત સરકારને અને પદ્મ પુરસ્કારથી સન્માનિત સૌને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.