પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
Live TV
-
પાકિસ્તાની હિંદુ નાગરિકોના વિઝા સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાની હિંદુ નાગરિકોના વિઝા સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા એટલે કે, LTV વિઝા માન્ય અને અસરકારક રહેશે. સરકારના આ નિર્ણયથી લાંબ સમય ગાળાના હિંદુ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ કરવામાં નહિ આવે. સરકારના આ નિર્ણયથી પાકિસ્તાની હિંદુ નાગરિકોમાં રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે. પાકિસ્તાની પીડિતોને કોઈ હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે જ જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે, તે માટે SOG અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છે.
વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા એટલે કે, LTV વિઝા માન્ય અને અસરકારક રહેશે. આ વિઝા રદ કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. સરકારે માનવતાવાદી ધોરણે આ વલણ અપનાવ્યું છે, જે વર્ષોથી પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતી હિન્દુઓને ભારતમાં આશ્રય આપવાની તેની નીતિનો એક ભાગ છે.
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી વિઝા સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાતને કારણે મૂંઝવણ ઉભી હતી. આ ભયાનક હુમલામાં 26 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 15 ઘાયલ થયા. આ પછી, ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાની નાગરિકો માટેના તમામ હાલના વિઝા રદ કર્યા અને નવી વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી.