FONT SIZE
RESET
11-05-2018 | 1:04 pm
પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ 1 હજાર 960 કામો કરાશે.
જળસંચય અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રામણદા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તળાવ ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી પરંપરાગત બળદ ગાડામાં બેસીને સ્ટેજ પર પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ 11 તળાવ ઊંડા કરવા માટે 11 JCBને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન બની રહ્યું છે ત્યારે લોકોએ 100 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. રામણદામાં એક વરરાજા રવિરાજે શ્રમદાન કર્યું હતું જેને જાહેરમાં મુખ્યમંત્રીએ અભિનંદન બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં 1 હજાર 960 જળસંચયના કામો ,સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરાશે
આજે સોમનાથ મંદિરનો સ્થાપના દિન, અનેકવિધ કાર્યક્રમનુ આયોજન
Previous Story
રાષ્ટ્રપિતા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ
Next Story