પાટણમાં સહકાર સંમેલન યોજાયું, સહકારી પ્રવૃત્તિઓના પ્રોત્સાહન પર ભાર
Live TV
-
આ સંમેલનમાં જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનોએ હાજરી આપી.
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રૂપે સાંસદ મયંક નાયક, પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક અને કૃભકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર બિપીનભાઈ પટેલ (ગોતા), ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ તથા અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને સહકારના માધ્યમથી સામાજિક તથા આર્થિક વિકાસને વેગ આપવાનો રહ્યો. ઉપસ્થિત મહાનુભાવોએ સહકારના મહત્વ પર પ્રકાશ ફેકી ભવિષ્યમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કર્યો.
