પાટણ: આજથી 700 થી વધુ પ્રાથમિક શાળાઓ અને 254 જેટલી માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો
Live TV
-
પાટણ જિલ્લામાં આજથી 700 થી વધુ પ્રાથમિક શાળાઓ અને 254 જેટલી માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ વિધાર્થીઓ માં ઉત્સાહ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે પાટણ જિલ્લામાં 792 પ્રાથમિક શાળાઓ અને 254 જેટલી ઉત્તર બુનિયાદી અને માધ્યમિક શાળાઓમાં શાળાનું વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં શાળા નવીન ધોરણ માં પ્રવેશ આપી નવા શૈક્ષણિક સત્ર નો ઉત્સાહભેર પ્રારંભ કરાયો છે શિક્ષકો અને વિધાર્થીઓ માં ઉત્સાહ નું વાતાવરણ જોવા મળ્યું હતું
ઉનાળુ વેકેશન પૂરું થતાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી પ્રવેશોત્સવ ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વખતે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓની મુલાકાત કરી શિક્ષણ કાર્ય પુનઃ ધબકતું કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ અંગે પાટણ જિલ્લા નિરીક્ષક ભરત પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં વેકેશન પૂર્ણ થતાં નવીન સત્રનો ઉત્સાહ ભેર પ્રારંભ કરવામાં આવ્યો છે વિધાર્થીઓ અને શાળાના સ્ટાફના ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાલીઓને પણ પોતાના બાળકના ઉજવલ નિયમિત શાળાએ મોકલવા જણાવાઈ રહ્યું છે
