Skip to main content
Settings Settings for Dark

પાટણ જિલ્લામાં આવતી કાલે 22 જૂને 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

Live TV

X
  • પાટણમાં કુલ 606 મતદાન મથકો પર ચૂંટણી માટે વ્યવસ્થા કરાઈ છે અને 642 મતપેટીઓનો ઉપયોગ થશે.

    પાટણ જિલ્લામાં 22મી જૂન, 2025ના રોજ 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં 224 સરપંચ અને 563 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 606 મતદાન મથકો પર ચૂંટણી માટે વ્યવસ્થા કરાઈ છે અને 642 મતપેટીઓનો ઉપયોગ થશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે 94 ચૂંટણી અધિકારીઓ અને 94 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કુલ 3,402 પોલીસ અને વિધાન કર્મચારીઓ મતદાન માટે ફરજ પર રહેશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1,225 પોલીસકર્મીઓનો બંદોબસ્ત રહેશે.

    પાટણ જિલ્લામાં કુલ 5,13,786 મતદારો નોંધાયા છે, જેમાં 2,62,699 પુરૂષ, 2,51,087 મહિલા અને 405 સેવા મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાંથી 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. મતદાન માટે 12 અલગ-અલગ માન્ય ઓળખ દસ્તાવેજો માન્ય રહેશે, જેમ કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે. પાટણ તાલુકામાં 34 ગ્રામ પંચાયતો, સરસ્વતીમાં 43, સિદ્ધપુરમાં 27, ચાણસ્મામાં 37, હારીજમાં 23, સમીમાં 18, શંખેશ્વરમાં 17, રાધનપુરમાં 7 અને સાંતલપુરમાં 26 ગ્રામ પંચાયતોમાં મતદાન થવાનું છે. તાલુકાવાર મતદાન મથકો, મતદારો અને સ્ટાફની તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે.

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના બીબીએ ભવન ખાતે આવેલા પાટણ તાલુકાના ચૂંટણી ડિસ્પેચ સેન્ટર પરથી તમામ મતદાન સામગ્રી જેમ કે મતપેટી, શાહી, મતકુટીર, ડાયરી, સોય-દોરા વગેરેનું વિતરણ કરાયું છે. મતદાન માટે ઉપયોગમાં લેવામાં આવતી કુલ 100 જેટલી વસ્તુઓની વ્યવસ્થા પૂર્ણ થઈ છે. આમ, 22મી જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને સફળતાપૂર્વક પાર પાડવા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. મતદાન બાદ 25મી જૂનના રોજ તાલુકાવાર નવ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply