પુરી સ્ટેશન પર બ્લોકના કારણે ગાંધીધામ–પુરી એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ
Live TV
-
પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળના પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે.
આ કામ માટે 60 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. આ કારણે ગાંધીધામ–પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. વિગત નીચે મુજબ છે:
*આંશિક રીતે રદ ટ્રેનો*
• ટ્રેન નંબર 12993 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
• ટ્રેન નંબર 12994 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
• ટ્રેન નંબર 22973 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
• ટ્રેન નંબર 22974 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in જુઓ.
