પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સામે થઇ ફરીયાદ
Live TV
-
IFSના અધિકારીઓ સાથે કરી મારા-મારી.
ઇન્ડિયન ફોરેસ્ટ વિભાગના 47 અધિકારીઓ ગીર અભ્યારણ્યમાં તાલીમ માટે આવતા હતા. તેઓ બસમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે રીબડા ગામે આશાપુરા પેટ્રોલ પંપ ખાતે બસ ડીઝલ પુરાવવા ઊભી રહી ત્યારે વિવાદ સર્જાયો છે. ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના ઘર નજીક કેટલાક અધિકારીએ લઘુશંકા કરી હોવાને મુદ્દે માથાફુટ થતાં પૂર્વ ધારાસભ્ય અને ત્રણ શખ્સોએ અધિકારીઓને માર મારતાં ચાર અધિકારીઓને વેરાવળ ખાતે પ્રાથમિક સારવાર અને અમદાવાદમાં વધુ સારવાર આપવાની નોબત આવી હતી. આઈ.એફ.એસ. અધિકારી વિપીનકુમાર કુસ્વાહાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને ત્રણ શખ્સો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે.