Skip to main content
Settings Settings for Dark

પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે 'સુરત જિલ્લા રાહત પેકેજ' ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ

Live TV

X
  • કેટેગરી-૧ થી ૪ મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-૫ થી ૭ મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓનલાઈન પોર્ટલ https://sdrp2026.in શરૂ કરવામાં આવ્યું છે.

     

    સુરત જિલ્લા માં થયેલ અતિભારે વરસાદને કારણે વાણિજ્ય, વેપાર અને સેવાકીય અસરગ્રસ્તોને થયેલા નુકસાનમાંથી તેમને બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તા.૧૫મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃ વસન સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાન એમ કુલ-૭ પ્રકાર મુજબ અલગ અલગ સહાય જાહેર કરવામાં આવી છે. 

    કેટેગરી-૧ થી ૪ મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-૫ થી ૭ મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓનલાઈન પોર્ટલ https://sdrp2026.in શરૂ કરવામાં આવ્યું છે. ’સુરત જિલ્લા રાહત પેકેજ’ (Surat District Relief Package) નામથી આ ઓનલાઈન પોર્ટલની લિંક સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ https://surat.gujarat.gov.in તેમજ https://surat.nic.in/ અને સુરત મનપાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ માં POP UP તરીકે મૂકવામાં આવી છે. આ લિન્ક પર ક્લિક કરીને મોબાઈલ નંબરના આધારે login કરી નામ-સરનામું, ધંધા-વ્યવસાયના સ્થળની વિગત તેમજ લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાનનો પ્રકાર તેમજ થયેલ નુકસાનીની વિગત અને બેન્ક એકાઉન્ટની વિગત ભરીને સહાય અરજી કરી શકાશે.

    વેબલિન્કમાં ગુજરાતી/હિન્દી/ઇંગ્લિશ માં ટાઈપ કરવાથી વિગતો આપમેળે ગુજરાતીમાં લખાઈ જશે અને ફોર્મ સબમિટ થયા પછી તે અંગેની વિગતોનું ફોર્મ PDF જનરેટ કરી ડાઉનલોડ કરી શકાશે. વ્યવસાયના સ્થળના લોકેશન પર સર્વેયર ચકાસણી કરવા આવશે. ત્યારબાદ કમિટી દ્વારા અરજી અંગે નિર્ણય લઈ સહાય ચૂકવણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેનું સ્ટેટસ આ પોર્ટલમાં login કરી જોઈ શકાશે.

    કેટેગરી-૧ થી ૪ માટે ઉચ્ચક રોકડ સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા તા.૩૦/૯/૨૦૨૬ સુધીની છે. વ્યાજ સહાય સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા ઠરાવ તારીખથી ૬-મહિના સુધીની છે (દા.ત.તા.૧૫/૭/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૭ સુધી) એમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
apply