પોરબંદરઃ સાંસદ રમેશ ઘડુકની ઉપસ્થિતિ દિલ્હી- પોરબંદર ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો
Live TV
-
પોરબંદર ખાતેથી ગઇકાલથી દિલ્હી- પોરબંદર-દિલ્હી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઇકાલે દિલ્હીથી-પોરબંદર ફ્લાઇટ આવી પહોંચતા વિમાનના મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશ ઘડુક અને એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર દ્વારા તમામ મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફ્લાઈટ પોરબંદરથી દિલ્હી જવા રવાના થઈ હતી.પોરબંદરથી દિલ્હી ફ્લાઈટ સેવાનો પ્રારંભ થતાં પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.