પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે 'વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન' યોજાયું
Live TV
-
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે 'વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન' યોજાયું
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે 'વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન' યોજાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન સમાજના વિકાસ માટે 'વિશ્વકર્મા ફાઉન્ડેશન'ની સ્થાપના કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દાતાઓએ મોટા પાયે દાન આપ્યું હતું.
આયોજક વિજય વડુકુલે જણાવ્યું કે, આ સંમેલનનો મુખ્ય હેતુ વિશ્વકર્મા સમાજની વિવિધ જ્ઞાતિઓને એક મંચ પર લાવી સંગઠનને મજબૂત કરવાનો છે. સમાજના લોકોએ એકતા અને વિકાસ માટે કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો...તો, આ અગાઉ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોરબંદરમાં સંતો,મહંતો અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
