પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ
Live TV
-
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણી દિવસ વહેલા કેસર કેરીની આવક શરૂ થઈ
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે 10 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે. જિલ્લાના હનુમાનગઢ, બીલેશ્વર, કાટવાણા સહિતના ગામોના બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ રહી છે.
પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ગીર ની કેસર કેરી કરતા પણ બરડા પંથકની કેસર કેરી સ્વાદમાં લોકપ્રિય છે ત્યારે બરડા પંથકની કેસર કેરીની સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ માંગ છે.
છેલ્લા એક અઠવાડિયામાં રોજ કેસર કેરીની આવક શરૂ થતા કેરીના સ્વાદ રસિકોમાં ખુશી, કેસર કેરીના પ્રતિ કિલોના રૂપિયા 450 થી 711 જેવા ભાવ બોલાઈ રહ્યા છે.
આ વર્ષે 5 માર્ચથી કેસર કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ છે જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 દિવસ વહેલી કેસર કેરીની આવક શરૂ થઈ છે.