પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરેથોનમાં 1200 વધુ દોડવીરોએ ભાગ લીધો
Live TV
-
પોરબંદર,12 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર શહેરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. કુલ 1200 વધુ દોડવીરોએ કોસ્ટલ હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો.
આજના આધુનિક સમયમાં લોકો વધુ પડતો સમય મોબાઈલ પાછળ બરબાદ કરે છે જેના લીધે શરીરને પણ ઘણું નુકશાન છે શરીરને જરૂરી કસરત કરવા લોકો આળશ કરી રહ્યાં છે ત્યારે પોરબંદર શ્રી રામ સિ સ્વીમીંગ ક્લબ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ કડકડતી ઠંડીમાં દોડવીરોએ દોડ લગાવી હતી કોસ્ટલ હાફ મેરેથોનમાં 1200 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો પોરબંદરમાં યોજાયેલ કોસ્ટલ મેરેથોનના ફ્લેગ ઓફમાં પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પોરબંદરના કલેકટર કેડી લાખાણી, એસપી ભગીરથસિંહ જાડેજા, કોસ્ટલ ગાર્ડ ઓફીસર કે.કે. સિન્હા,નેવલ ઓફિસર લેફટનન્ટ પાર્થ સિંગ સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
