Skip to main content
Settings Settings for Dark

પોષણ માહ-2023: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત દર મહિને 4.60 લાખ સગર્ભા અને પ્રસૂતાને લાભ

Live TV

X
  • •    I.C.D.Sની વિવિધ યોજનાઓ દ્વારા પોષણયુકત આહારની સુવિધા ઉપલબ્ધ
    •    બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિત ટેક હોમ રેશન (THR) પૂરક પોષણ આહાર તરીકે અપાય છે
    •    આંગણવાડીમાં 3થી 6 વર્ષના આશરે 16 લાખથી વધુ બાળકોને લાભ
    •    દૈનિક 50 ગ્રામ ગરમ નાસ્તો અને દૈનિક 80 ગ્રામ ગરમ રાંધેલા મધ્યાહ્ન ભોજનની સુવિધા
    •    મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાંથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લિટર સીંગતેલ અપાય છે

     

    ભારતને કુપોષણ મુક્ત બનાવવાના હેતુ સાથે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને 'પોષણ માહ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 'સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત' થીમ પર 'પોષણ માહ'ની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે. I.C.D.Sના લાભાર્થીને દૈનિક જરૂરીયાતના ત્રીજા ભાગનો આહાર વિવિધ યોજનાઓ દ્વારા પુરો પાડવામાં આવે છે.  

    મહિલા અને બાળ વિકાસ વિભાગની માહિતી અનુસાર, I.C.D.S યોજના હેઠળ 6 માસથી 3 વર્ષ સુધીના તમામ બાળકો, 6 માસ થી 5 વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ, પ્રસૂતાઓ અને કિશોરીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિતના પેકેટ્સ ટેક હોમ રેશન (THR) તરીકે આપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળો આહાર નિયમિત મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે એગ્રીમેન્ટ પણ કર્યો છે. આ ઉપરાંત આંગણવાડીમાં 3થી 6 વર્ષના આશરે 16 લાખથી વધુ બાળકોને દૈનિક 50 ગ્રામ ગરમ નાસ્તો અને 80 ગ્રામ ગરમ મધ્યાહ્ન ભોજન તથા અઠવાડિયામાં 2 દિવસ સિઝનલ ફ્રૂટ આપવામાં આવે છે. સરકારે ટેક હોમ રાશનમાં હવે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી મૂલ્યવર્ધિત THRના પેકેટ્સ આપવાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મૂક્યો છે. આ માટે વર્ષ 2021-22માં 6 જિલ્લાઓ અને 2 શહેરમાં બાળકોને બાલશક્તિ+, સગર્ભા અને પ્રસૂતાઓને માતૃશક્તિ+ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 20 જિલ્લાના 55 આદિજાતિ તાલુકાઓના અને 24 વિકાસશીલ તાલુકાઓમાં  દૂધ સંજીવની યોજનાઅમલમાં છે. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડીયામાં 5 દિવસ 100 મિલી. પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા, પ્રસૂતાઓને અઠવાડીયામાં 2 દિવસ 200 મિલિ પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. રાજ્યના 14 આદિજાતિ જીલ્લાઓમાં પોષણ સુધા યોજના (PSY) અમલમાં છે.  આ કાર્યક્રમ અંતર્ગત 10 I.C.D.S ઘટકમાં તમામ સગર્ભા અને પ્રસૂતાઓને રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. ભોજન લીધા પછી આંગણવાડી કાર્યકરની દેખરેખમાં I.F.A ગોળી ગળવાની હોય છે.  તેમજ દિવસમાં કેલ્શિયમની 2 ગોળી આપવામાં આવે છે.  'મુખ્યમંત્રી માતૃશક્તિ' યોજના અંતર્ગત 4.60 લાખ લાભાર્થીને (પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતાને) દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સીંગતેલ આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ફૂડ ફોર્ટીફિકેશનની અસરકાર નીતિ અમલમાં છે. આ અંતર્ગત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રને 3થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તા માટે ફોર્ટીફાઇડ ચોખા અને ઘઉં આપવામાં આવે છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિટામીન-A અને વિટામીન-Dથી ફોર્ટીફાઇડ સીંગતેલ રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પુરું પાડવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓને ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સમગ્ર રિયલ ટાઇમ મોનીટરીંગ સિસ્ટમ બનાવાઈ છે. જેમાં આંગણવાડી કક્ષાથી પુરક-પોષણની માંગણીથી લઇ વિતરણ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. આ સમગ્ર બાબતનું મોનીટરીંગ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply