Skip to main content
Settings Settings for Dark

પ્રથમ દિવાળીએ મહેસાણા મહાનગર પાલિકાનું નજરાણું: 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' અભિયાન

Live TV

X
  • પ્રથમ દિવાળીએ મહેસાણા મહાનગર પાલિકાનું નજરાણું: 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' અભિયાન

    મહેસાણા મહાનગર પાલિકાનું પ્રથમ વર્ષ અને પ્રથમ દિવાળી હોવાથી શહેરને 'મનોહર મહેસાણા, સુંદર મહેસાણા' બનાવવાનો વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા કમિશનર રાકેશ ખટાલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરી અને દર્શનસિંહની આગેવાની હેઠળ સમગ્ર શહેરને બ્યુટિફિકેશનની ચાદર ઓઢાડવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે રંગબેરંગી રોશનીથી શહેરના મુખ્ય માર્ગો, સ્થાપત્યો અને જાહેર સંસ્થાઓને શણગારવામાં આવ્યા છે, જેનાથી રાત્રે શહેરનો નઝારો નયનરમ્ય અને અનેરો દેખાઈ રહ્યો છે.

    'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ દ્વારા શહેરની શોભામાં વધારો

    મહેસાણા મહાનગર પાલિકા દ્વારા 'પ્લેસ મેકિંગ' પ્રોજેક્ટ હેઠળ શહેરના ખુલ્લા પોઇન્ટ્સ અને સર્કલો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ત્યાં રોકાઈ જવાનું મન થાય તેવો આકર્ષક લૂક આપવામાં આવ્યો છે.

    આકર્ષક સુશોભન: સર્કલો પાસે ન્યાયની દેવીની પ્રતિમા, ચેસ બોર્ડ, અને ડેકોરેટિવ લાઇટ જેવા નાના-મોટા એલાઇમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

    ઐતિહાસિક શણગાર: રાજમહેલ ઉપરાંત ઐતિહાસિક સ્મારકોને સુંદર શણગાર અને ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યા છે, જેથી લોકોને ખાસ ગુડ ફિલિંગ થાય.

    વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિ

    શહેરને સુંદર બનાવવાના આ અભિયાનમાં વોલ પેઇન્ટિંગને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

    જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધીની દીવાલ પર સ્વચ્છતા, જળ બચાવો સહિતના જનજાગૃતિના સંદેશા આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે.

    રાધનપુર રોડથી ગોપીનાળા સુધી અને પોલીસ લાઇન સામેની દીવાલ પર પણ આકર્ષક વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.

    મહાનગર પાલિકાના આ પ્રયાસથી મહેસાણાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે અને લોકો પણ પોતાની સંસ્થાઓ, કચેરીઓ અને સોસાયટીઓને સુંદર રીતે શણગારી રહ્યા છે. મહેસાણા મહાનગર પાલિકાનો આ અનેરો પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply