પ્રધાનમંત્રીએ ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી સિદ્ધિના ભરપૂર વખાણ કર્યા
Live TV
-
ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાબરમતી નદી કિનારે નવા રંગરૂપમાં આકાર પામેલી આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્દઘાટન બાદ સંબોધન કરતા પીએમએ ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી સિદ્ધિના ભરપૂર વખાણ કર્યા હતા
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ હોસ્પિટલના પેરા મેડિકલના સ્ટાફને સંબોધ્યા હતા..સંબોધનની શરૂઆત કરતાં પહેલાં પીએમએ કેમ છો...કહીને ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા...પીએમએ અમદાવાદમાં આકાર પામેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે સૌને શુભેચ્છા પાઠવી હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરવા બદલ અમદાવાદ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા હતા...
પ્રધાનમંત્રીએ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે કરેલી કામગીરીના પણ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત એટલે કે મોદી કેર યોજનામાં દરરોજ 10,000 ગરીબોને મફતમાં સારવાર મળી રહ્યો છે.. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જનઔષધિ કેન્દ્ર ઝુંબેશ હેઠળ દેશમાં 5000 જન ઔષધિ કેન્દ્રની શરૂઆત થઈ છે. જેમાં સસ્તી દવાઓની સાથે તબીબી સાધનો પણ સસ્તા મળતા થયા છે. આ ઉપરાંત પીએમ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં મેડિકલ એજ્યુકેશનનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. જેથી સરકારે 13000થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો વધારી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના નવા સત્રથી 40,000 કોલેજોમાં તમામ ફેકલ્ટીમાં આર્થિક અનામત લાગૂ થશે... આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રજાની આરોગ્યની સુખાકારીમાં અત્યાધુનિક વી એસ હોસ્પિટલ વધારો કરશે. અને અમદાવાદીઓ માટે આજે ગૌરવનો દિવસ છે... આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલની માફક તમામ સુવિધાઓ હશે. આ હોસ્પિટલ ગુજરાતની જરૂરિયાત હતી... આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને વિશ્વસ્તરીય મોટી આરોગ્ય સુવિધાઓની ભેટ આપી હતી.
