Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના જામનગરમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને છોટી કાશીના નગરજનોએ ઉમંગ-ઉત્સાહ સાથે વધાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગજામ સર્કલથી સાત રસ્તા સુધીના માર્ગમાં યોજેલા રોડ શોમાં લોકોએ ઠેર-ઠેર ગુજરાતના પનોતા પુત્રના વધામણા કર્યો. પ્રધાનમંત્રીના રોડ શોમાં ભાગલેવા માટે અનેક કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવી, અને  રોડ-શોને કલ્ચરલ કાર્નિવલમાં તબદીલ કર્યો.

    વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે જામનગરની ધરતી પર પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો જામનગર ખાતે યોજાયો હતો. દીગજામ સર્કલથી સાત રસ્તા સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના નો કાર કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ હાથ હલાવીને જામનગરવાસીઓનો વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રીની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ - બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રીના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા. આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો - આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતાં. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર - હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. ૧૪૪૮ કરોડના પ્રકલ્પોનું  લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply