પ્રધાનમંત્રીના હસ્તે 116 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું લોકાર્પણ
Live TV
-
ભારત સરકાર દ્વારા રેલવે નેટવર્કને મજબુત બનાવવા માળખાગત સુવિધાઓનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ - સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રીનાં હસ્તે રાજકોટ ખાતે થનાર છે. આ 116 કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ.1355 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે. ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવેઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે.
જેને લીધે રાજકોટની અન્ય રાજ્યો સાથે પણ રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે. અમદાવાદ અનેરાજકોટ વચ્ચે વધારે સંખ્યામાં ઝડપથી ટ્રેનો ચલાવી શકાશે. વધુમાં આ ટ્રેક ઉમેરાવાથી માળખાગત ક્ષમતા વધતાં વધુ રેલવે ટ્રાફિક ચલાવીશકાશે, જેને લીધે વધારે ગુડ્સ ટ્રેનો દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ ટ્રેક સાથે સાથે તમામ જરૂરી સુવિધાઓ અને સાધનો લગાવવાનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટની મંજુરી વર્ષ 2016-17માં આપવામાં આવી હતી, ત્યાર બાદ સુરેન્દ્રનગરથી શરૂઆત કરીને રાજકોટ સુધી અલગ અલગ સેક્શનને તબકાવાર સ્થાપિત કરવામાં આવ્યા છે. 7.04 કી.મી.ના સુરેન્દ્રનગર- ચામરાજ ખંડને જાન્યુઆરી 2019માં, 7.29 કી.મી.ના ચામરાજ દિગસર ખંડને ફેબ્રુઆરી 2020માં, 10.39 દલડી- વાંકાનેર ખંડને ઓક્ટોબર 2021માં, 8 કી.મી.ના દીગસર-મૂળી રોડ ખંડને એપ્રિલ 2022માં, 14.37 વાંકાનેર- સિંધાવદર ખંડને જુન 2022માં, 19.34 કી.મી.ના સિંધાવદર- બિલેશ્વર તેમજ 16.66 કી.મી.ના મુળી રોડ- વાગડીયા ખંડને ઓક્ટોબર 2022માં, 9.15 કી.મી.ના બિલેશ્વર-રાજકોટ ખંડને ફેબ્રુઆરી 2023માં કમીશનીંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રને સમગ્ર ગુજરાત અને દેશનાં તમામ રાજ્યો સાથે જોડવા માટે વધુ સારા રેલાવે માળખાનું નિર્માણ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેક ઉપરાંત રાજકોટથી આગળ કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રને સુદ્રઢ રેલવે કનેક્ટિવિટીની ભેટ આગામી સમયમાં મળનાર છે.
