Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદાના ડેડિયાપાડા ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી

Live TV

X
  • જનજાતીય નાયકોના શૌર્ય અને યોગદાનને સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું છે.

    પ્રધાનમંત્રી મોદીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યો (લોકાર્પણ અને ખાતમુહૂર્ત)ની ભેટ આપવામાં આવશે.₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ, જેમાં 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત અને 01 લાખ પાકા આવાસોનું લોકાર્પણ સામેલ છે. ₹2112 કરોડના વિકાસકાર્યો, જેમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, સ્વાસ્થ્ય, અને પાણી પુરવઠા વિભાગના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી  મોદી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરશે.સાંજે, એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બે રૂટમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અવસરે સભાને સંબોધિત પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, "ધરતી આબા ભગવાન બિરસા એક વ્યક્તિ નહીં એક પરંપરા છે... તેઓ સદીઓથી ભારતના આત્માનો હિસ્સો છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply