Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે સાંજથી ગુજરાત પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવશે. બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે. પ્રધાનમંત્રી 16 તારીખે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે તેઓ, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો ,રિ-ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે.
    પ્રધાનમંત્રી બપોરે 1 વાગીને 45 મિનિટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને 17 તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply