પ્રધાનમંત્રી દ્વારા "સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર"નું 29મી સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં રૂપિયા 108 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત "સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર"નું લોકાર્પણ કરશે. આ સેન્ટર સુરત મહાનગરપાલિકા માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે પણ કામ કરશે. આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા માટે, વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઈઝડ સેન્ટરથી કરવા માટે આ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
આ વિશાળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષતાઓની વાત કરીએ તો, અહી (GFX IN) ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ, મહાનગરપાલિકાનું હેલ્પલાઈન-કોલસેન્ટર, પાલિકાની વિવિધ ITને લગતી જરૂરિયાત માટેનું ડેટા સેન્ટર, પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ, એક્ઝીક્યુટીવ મિટીંગ રૂમ, ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને SMCની અન્ય સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ (GFX OUT) ઉભી કરવામાં આવી છે. જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે લોકાર્પણ કરશે.
સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની વિશેષતા:
- ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ
- મહાનગરપાલિકાની હેલ્પલાઇન/કોલ સેન્ટર
- SMCની વિવિધ ITને લગતી જરૂરીઆત માટે ડેટા સેન્ટર
- પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ
- એક્ઝીક્યુટીવ મિટીંગ રૂમ
- ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
- SMCની અન્ય સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ
