પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 10મી ઓક્ટોબરના રોજ જામનગરની મુલાકાતે, 1462 કરોડના કામોનું કરશે લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 10 ઓકટોજરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ જિલ્લાના રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જેમાં પ્રધાનમંત્રી જળ સંપતિ વિભાગના સૌની યોજના લિંક-3, પેકેજ-7નું રૂ. 729.15 કરોડ, સૌની યોજના લિંક-1, પેકેજ-૫નું રૂ. 314.69 કરોડ તેમજ હરિપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્તકના રૂ. 176.89 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 40 મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
તદુપરાંત પ્રધાનમંત્રીના વરદ હસ્તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. 39.24 કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તથા રૂ. 24.74 કરોડના ખર્ચે મોરબી-માળિયા-જોડીયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તેમજ જામનગર મહાનગરપાલિકા હસ્તકના રૂ.65 કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાલપુર બાયપાસ ફ્લાય ઓવર બ્રીજ, રૂ. 56 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પપીંગ મશીનરી રીફર્નીસ્ડ વર્ક, રૂ. 41.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રીજ તથા રૂ. 14.44 કરોડના ખર્ચે 35 બેડ ના અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
