Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Live TV

X
  • જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જંગી જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.

    જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જંગી જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. જામનગર અને પોરબંદર લોકસભા બેઠક તેમજ પોરબંદર જિલ્લાની વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા જામનગર ખાતે યોજાઇ હતી.

    બીજી મેના રોજ ગુજરાતના ચાર જેટલા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બેક ટુ બેક જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે સાંજે સૌથી છેલ્લી સભા જામનગર લોકસભા બેઠક પર યોજવામાં આવી હતી. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લોકસભા બેઠકમાં જંગી જાહેર સભાને સંબોધી હતી અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મોટી સંખ્યામાં જનમેદની આ સભામાં ઉમટી પડી હતી.

    જ્યારે હાલ જામનગર સહિત ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા અને ટિપ્પણીને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એવા સમયે ગઈકાલે સાંજે જામનગરની લોકસભા બેઠક પર જાહેર સભા પૂર્વે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના રાજવી જામસાહેબના નિવાસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત કરી હતી અને જામનગરના રાજવી જામ સાહેબે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં વિજય થવા બદલ આશીર્વાદ પાઠવ્યા અને પાઘડી પહેરાવી તેનો સન્માન કર્યું હતું.

    જ્યારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેર સભામાં ઉદબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જામનગરના રાજવી દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનને આડે હાથ લેવામાં આવી હતી. તેમજ આગામી સાતમી મેના રોજ મતદાનના દિવસે લોકો પોતાના પવિત્ર મતદાનનો ઉપયોગ કરી વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી ભાજપના ઉમેદવારોને વિજય બનાવે તેવી અપીલ કરી હતી.

    જામનગર ખાતે જાહેર સભા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ માધ્યમોમાંથી આવતા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના મણીબેન વસોયા નામના 90 વર્ષીય વૃધ્ધ મહિલા કે જે હાલ પણ અલગ અલગ દોડની રમતમાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમની મુલાકાત લઇ અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply