Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસના 24 વર્ષ: 7થી 15 ઓક્ટોબર 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી

Live TV

X
  • અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો તેને 7 ઓક્ટોબર, 2025ના રોજ સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

    રાજ્યના વિકાસની આ વણથંભી યાત્રા અને સુશાસનની ગાથા જનજન સુધી પહોંચાડવા માટે 7થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી.

    વિકાસ સપ્તાહ: મુખ્ય કાર્યક્રમોની ઝલક

    તારીખ કાર્યક્રમનું સ્થળ / વિષય    મુખ્ય આકર્ષણ અને લાભ

    7 ઑક્ટોબર  યુવા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત    - 'ભારત વિકાસ પ્રતિજ્ઞા': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભા અને રાજ્યભરમાં સામૂહિક પ્રતિજ્ઞા. - સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રદર્શન, ઓનલાઈન ક્વિઝ, 'નમોત્સવ'. - 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ દ્વારા GST રિફોર્મ્સ માટે PMનો આભાર વ્યક્ત.
    8 ઑક્ટોબર રોજગાર મેળા કાર્યક્રમ  - ગાંધીનગર સહિત 33 જિલ્લાઓમાં કાર્યક્રમો. - 50,000+ યુવાનોને રોજગાર એનાયતપત્ર અને 25,000+ ITI વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર.

    9 & 10 ઑક્ટોબર વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન    - મહેસાણા ખાતે MSME કોન્કલેવ, સ્ટાર્ટઅપ હેકાથોન, ઉદ્યમિતા સહાય મેળા.

    11 ઑક્ટોબર ગ્રામ વિકાસ અને પંચાયત કાર્યક્રમ    - રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. ગ્રામ પંચાયતોનું સન્માન, પંચાયત ઘરોનું સામૂહિક ખાતમુહૂર્ત.

    12 & 13 ઑક્ટોબર શહેરી વિકાસ અને સ્વદેશી મેળા - નગરપાલિકાઓના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત. - 'સ્વદેશી મેળા' (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન, રિસાઇકલ્ડ આર્ટ દ્વારા સાર્વજનિક સ્થાપત્યનું સર્જન.

    14 ઑક્ટોબર કૃષિ વિકાસ દિન / રવિ કૃષિ મહોત્સવ  - રાજ્યવ્યાપી શુભારંભ, પાક પરિસંવાદો, પશુ આરોગ્ય મેળા અને કૃષિ પ્રદર્શનો.

    15 ઑક્ટોબર   લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાપન - મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. - ₹ 3,326 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત.

    અન્ય મહત્વના પગલાં શિક્ષણ Hackathon, ક્વિઝ, 'Swami Vivekananda Competitive Examination Study Centre'નું લોકાર્પણ.

    નમો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ લાભાર્થીઓને DBT. 70 વર્ષથી વધુ ઉંમરના 14,000 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ. TB નિદાન માટે 180 TrueNAT મશીનોનું લોકાર્પણ.

    My.Gov.India પોર્ટલ પરથી ક્વિઝ કમ્પિટિશન અને ફોટો/રીલ કમ્પિટિશનનું આયોજન કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply