પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો, નવી કેબિનેટમાં ગુજરાતમાંથી કુલ 4 કેબિનેટ કક્ષાના મંત્રીઓ
Live TV
-
મોદી સરકાર 3.0 માં ગુજરાત ક્વોટામાંથી 4 કેબિનેટ મંત્રી સહિત કુલ છ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ વખતે મોદી સરકાર 3.0 માં ગુજરાત ક્વોટામાંથી છ સાંસદોને કેન્દ્રીયમંત્રી બનાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લઈને સતત ત્રીજીવખત પ્રધાનમંત્રી બનવાના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના 62 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી છે. જોકે આ વખતે નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં ગુજરાત ક્વોટામાંથી છ સાંસદોને કેન્દ્રીયમંત્રી પદ મળ્યુ છે. આ છ સાંસદોએ પણ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા હતા. ગુજરાત ક્વોટાના છ સાંસદોમાં અમિત શાહ, જે. પી. નડ્ડા, મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ, એસ. જયશંકર અને નિમુબેન બાંભણીયાના સમાવેશ થાય છે. કેન્દ્રીયમંત્રી એસ. જયશંકર અને જે. પી. નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે માટે તેમની ગણતરી ગુજરાત ક્વોટામાં કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર સાંસદો એ લોકસભા સાંસદો છે. ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી મનસુખ માંડવીયા, નવસારીથી સી. આર. પાટીલ અને ભાવનગરથી નિમુબને બાંભણીયા તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિજેતા થયેલા સાંસદો છે. આ રીતે ગુજરાત ક્વોટામાંથી બે રાજ્યસભા સાંસદ અને ચાર લોકસભા સાસંદ મળી કુલ છ સાંસદોનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે.
સૌથી વધુ લીડથી જીતવાનો પાટીલનો રેકોર્ડ
સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ બનાવતા આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં પાટીલની લીડ જોઈએ તો,
વર્ષ 2014 - 5,58,116
વર્ષ 2019 - 6,89,668
વર્ષ 2024 - 7,73,000
