પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકારે કરી જાહેર
Live TV
-
નવી યોજનામાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા 20 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય ચૂકવવામાં આવશે.
ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત આપવા માટે વધુ એક નવી યોજના અમલમાં મુકી છે. હવે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા 20 હજાર રૂપિયા પ્રતિ હેકટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે.
ગુજરાત રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
