ફુડ સેફ્ટી પખવાડીયા અંતગર્ત 14 અવેરનેશ પ્રોગ્રામ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ
Live TV
-
ફુડ સેફ્ટી પખવાડીયા અંતર્ગત પોરબંદરમાં ફુડ વિભાગ દ્વારા અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે નાગરીકોને શુધ્ધ તથા સ્વસ્થપ્રદ ખોરાક મળી રહે તે માટે અવેરનેશ પ્રોગ્રામ હાથ ધરાયો.
ફુડ સેફ્ટી પખવાડીયા અન્વયે તા. 03 ઓક્ટોબરથી થી 17 ઓક્ટોબર સુધીમાં કુલ 90 ખાદ્યચિજોના સરવેલન્સ નમુના, 43 ખાદ્યચિજોના એન્ફોર્સમેન્ટ નમુના લેવામાં આવેલ તેમજ તપાસ સમયે બેવરેજીસનો શંકાસ્પદ રૂ.21000 ની કિંમતનો 2100 કંપની પેક બોટલોનો જથ્થો તેમજ શંકાસ્પદ ઘી નો કુલ રૂ. 1,55,858 નો 317.4 કિલો જથ્થો સ્થળ પર જ સિઝ કરવામાં આવ્યો અને 75 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. ફુડ સેફ્ટી પખવાડીયામાં વિવિધ જગ્યાઓએથી લિધેલ નમુનાઓના પૃથ્થક્કરણ અહેવાલ આવ્યાથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ આગળની કર્યવાહી કરવમાં આવશે. અને જાહેર જનતા માટે અવેરનેશ આવે તે માટે 14 અવેરનેશ પ્રોગ્રામ, 6 ટ્રેનિંગ પ્રોગ્રામ, 4 એસોશિયેશન સાથેની મિટીંગ કરવામાં આવી હતી. તેમજ આગામી તહેવારોના દિવસોમાં પણ ચેકીંગ તથા નમુનો લેવાની કાર્યવાહી ચાલુ રહેશે
