Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા: અબાલા ગામમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી, પશુપાલકો માટે બની આવકનું સાધન

Live TV

X
  • બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાલા ગામમાં સ્થપાયેલી દેશની સૌપ્રથમ 'ગૌમૂત્ર ડેરી' ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ બની છે. દેવારામ પુરોહિત દ્વારા શરૂ કરાયેલા આ નવતર પ્રોજેક્ટને ગુજરાત સરકારના 'આઈ-હબ' (i-Hub) દ્વારા 5 લાખની આર્થિક સહાય મળી છે.

    વર્ષ 2017 માં રોજની માત્ર 50 લીટરની ક્ષમતાથી શરૂ થયેલ આ પ્રોજેક્ટ આજે 10,000 લીટરની ક્ષમતા ધરાવતો વિશાળ પ્લાન્ટ બની ગયો છે. હાલમાં આસપાસના 7 થી 8 ગામોના 70 થી 80 પરિવારો પાસેથી દૈનિક 4000 લીટર ગૌમૂત્ર એકત્રિત કરવામાં આવે છે. આ પ્રયોગથી સ્થાનિક પશુપાલકોને દર મહિને હજારો રૂપિયાની વધારાની આવક થઈ રહી છે.પ્લાન્ટમાં ગૌમૂત્રને ૫૫ થી 60°C તાપમાને પ્રોસેસ કરીને તેમાંથી એમોનિયા, પોટાશ અને માઇક્રો ન્યુટ્રિએન્ટ્સ અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તૈયાર થતું ઓર્ગેનિક ખાતર અને કીટનાશક વિદેશી યુરિયા-પોટાશનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. ખેડૂતો આ પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગથી ખેતી ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો મેળવી રહ્યા છે.આ પ્રોજેક્ટ આજે 'વેસ્ટમાંથી બેસ્ટ' અને 'આત્મનિર્ભર ગુજરાત'ના સપનાને સાકાર કરતું જીવંત ઉદાહરણ બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply