બરોડા મેડિકલ કોલેજે મેળવ્યું ભારતના ટોપ 20માં સ્થાન: ગુજરાતમાં પ્રથમ ક્રમે
Live TV
-
સરકારી મેડિકલ કૉલેજ, વડોદરાએ IIRF 2026 મેડિકલ રેન્કિંગમાં સમગ્ર ભારતમાં 17મું સ્થાન મેળવીને 931.27નો પ્રભાવશાળી સ્કોર હાંસલ કર્યો છે.
આ સાથે સંસ્થાએ ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી એક ગૌરવવંતી ઐતિહાસિક સિદ્ધિ નોંધી છે.1949માં માત્ર 25 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કૉલેજ આજે વાર્ષિક 250 વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્યસંભાળનું અગ્રણી કેન્દ્ર બની છે. 22 વિભાગોમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અને 400 જેટલા ફેકલ્ટી સભ્યોના સમર્થન સાથે સંસ્થાએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા જાળવી રાખી છે.પૂર્વ ડીન ડૉ. રંજન અય્યર, વર્તમાન ડીન ડૉ. ધ્રિતિ પરમાર અને સમગ્ર ટીમની આગેવાની તથા વિદ્યાર્થી-કેન્દ્રિત પહેલોને આ સફળતાનો શ્રેય જાય છે. એમ.એસ. યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓએ પણ વિવિધ ક્ષેત્રોમાં રેન્કિંગ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
