Skip to main content
Settings Settings for Dark

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ચેક અર્પણ કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા સ્ટાર્ટ અપ સિનેર્જી-2024માં ઉદ્યોગ સાહસિકોને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે.આ સ્ટાર્ટ અપ સિર્નજીમાં 300થી વધુ નવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે. 

    આ સંદર્ભમાં તેમણે ઉર્મેયુ હતું કે, સ્ટાર્ટ અપ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહ્યા છે. નરેન્દ્ર મોદી હરહંમેશ યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે ન્યૂ એઇઝ પાવર તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે. 

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,પીએમના નેતૃત્વમાં દેશમાં ડીજીટલ ઇન્ડિયાને વેગ મળ્યો છે. પ્રધાનમંત્રીના મિશન લાઇફ અને એક પેડ માં કે નામ જેવા અભિયાનોમાં નાગરિકો સંવેદના અને લાગણી સાથે જોડાઇ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું પણ જતન-સંવર્ધન કરવા તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગકારોના સ્ટાર્ટઅપમાં જોડાવા અને નાની મોટી મુશ્કેલીઓમાં સરકાર તમારી સાથે છે તેવો વિશ્વાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ સંસ્કારીનગરી વડોદરાના નાગરિકોને સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી શહેરને કાયમ સ્વચ્છ રાખવા આહ્વાન કર્યુ હતું. 

    વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત થકી સૌને પોતાનું યોગદાન આપવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું .મુખ્યમંત્રીએ યુવા ઉદ્યોગ સાહસિકોને કોઇપણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર પડકારોનો સામનો કરી આગળ વધવાની શીખ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply