બિગ બાસ્કેટ, ડી-માર્ટ , એશિયા હાયપરમાર્ટ, ઝોમેટો અને સ્વિગી જેવા રિટેલર્સ કરી શકશે હોમ ડિલિવરી, ડિજિટલ ચુકવણી ફરજીયાત
Live TV
-
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધતા બિગ બાસ્કેટ, ડી-માર્ટ ,બિગ બજાર, એશિયા હાયપરમાર્ટ, ઝોમેટો અને સ્વિગી દ્વારા કરાતી હોમ ડિલવરી અગાઉ બંધ કરવામાં આવી હતી જે આજથી શરૂ કરાશે.આ તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓનો કોર્પોરેશન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. અમદાવાદના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તાર સિવાય તમામ વિસ્તારમાં હોમ ડિલીવરી સેવા શરૂ કરવામાં આવશે. હોમ ડિલિવરીમાં ચુકવણી ડિજિટલ કરવાનું જણાવ્યું છે, 15 મે થી કેશ ઓન ડિલિવરી (COD) માન્ય રહેશે નહિ. હોમ ડિલીવરી સેવા શરૂ કરવામાં આવતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિલિવરી બોયનું હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાવવામાં આવશે. આ હેલ્થ કાર્ડની મુદ્દત 7 દિવસની રાખવામાં આવી છે. સાત દિવસ બાદ હેલ્થ કાર્ડ રિન્યુ કરાવવામાં આવશે. સાથે જ ડિલિવરી બોય પાસે સેનેટાઈઝર, ગ્લોઝ અને કેપ પહેરવી ફરજિયાત રહેશે તેમજ વસ્તુનું પેમેન્ટ ડિઝિટલ માધ્યમથી કરવામાં આવશે. સાથેજ ડિલિવરી બોયે ફરજિયાત સુરક્ષા સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
