બુધવારે રાજ્યના 110 તાલુકામાં મેઘમહેર, આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, હિંમતનગરમાં 2 ઈંચ, તો પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભરૂચના હાસોટ અને નેત્રંગમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો..અત્યાર સુધી રાજ્યમાં 20 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29 ટકા..કચ્છમાં 25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસ 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.
