બેંકના કૌભાંડીઓને પરત લાવવા જોઇએ - વેંકટચેલમ
Live TV
-
ઓલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચેલમે ગઇકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે બેંકીંગ ક્ષેત્રે થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું હતું કે, મોટી લોન લઇને વિદેશ ભાગી ગયેલા લોકોને પરત લાવવા જોઇએ. બેંકોના રૂપિયા દેશની જનતાના છે.
ઓલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચેલમે ગઇકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે બેંકીંગ ક્ષેત્રે થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું હતું કે, મોટી લોન લઇને વિદેશ ભાગી ગયેલા લોકોને પરત લાવવા જોઇએ. બેંકોના રૂપિયા દેશની જનતાના છે. તેના ઉપર લોકોનો અધિકાર છે. આવા લોકોને સજા કરવી જોઇએ. તો બેંક એમ્પ્લોઇઝ એસોસિયેશનના ગુજરાતના જનરલ સેક્રેટરી ,જનક રાવલે જણાવ્યું હતું કે, બેંકના કર્મચારીઓને દોષિત ગણાવા જોઇએ નહીં, જે તે સમયની સરકાર પણ જવાબદાર છે.