બોટાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે મુસાફરી સુવિધા સરળ બનાવવા નવી બસ ફાળવાઈ
Live TV
-
ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા નગરજનોને ખાસ ભેટ આપવામાં આવી છે. ત્યારે બોટાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા નાગરિકોને મુસાફરી માટેની સુવિધા મળી રહે, તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મુસાફરી માટે 22 નવી બસ સેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલ 6 બસોનો બોટાદ કલેકટર કચેરી ખાતેથી આજરોજ મંત્રી ભાનું બેન બાબરીયા, કલેકટર ડો.જિનસી રોય,જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિતની ઉપસ્થિતિમાં લીલી ઝડી આપી સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. બોટાદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી સીટી બસ સેવા શરૂ થઈ જશે. જેના લીધે નાગરિકોને સીધો ફાયદો થશે. જેમાં સાળંગપુર,લાઠીદંડ, પાળીયાદ, ભદ્રાવડી સહિત અન્ય રૂટ ઉપર સીટી બસ સેવાનો લાભ મળશે. તેમજ આગામી દિવસોમાં અન્ય બસો આવતા મોટાભાગના વિસ્તારોમાં બસનો લાભ મળશે .હાલ તો નાગરિકોમાં આનંદ જોવા મળી રહ્યા છે.