બોલવા અને સાંભળવામાં અસક્ષમ દિકરીને ઈશારા થકી મતદાનનું મહત્વ સમજાવતા માતા સરોજબેન
Live TV
-
ગાંધીનગર તાલુકાના ઉવારસદ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળા બૂથ પર મતદાન કરવા આવેલ સરોજબેન અશોકજી ઠાકોર પ્રથમ વખત મતદાન કરતી તેમની દીકરી પાયલ ઠાકોર ને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. 20 વર્ષની દીકરી પાયલ બોલી કે સાંભળી શક્તિ નથી, છતાં મતદાનનું મહત્વ ઈશારા થકી સમજાવતા માતા સરોજ બેને તેમને ઉત્સાહપૂર્વક પ્રથમ મતદાન કરાવ્યું હતું.સાથેજ જણાવ્યું હતું કે, 'મતદાન કરવું કેટલું જરૂરી છે તે હું જાણું છું અને એટલે જ આજે જ્યારે દીકરી પ્રથમ વખત મતદાન કરવા આવી છે, ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું'
મતદાનની વાતો નથી સાંભળી શકતા કે, મતદાન અંગે પોતાનો મંતવ્ય શબ્દોમાં નથી જણાવી શકતા, તેવા પાયલબેને પોતાના એક મત થકી વગર શબ્દે મતદાનની મહત્તા સમજાવી છે. મતદાન કર્યા પછી ગર્વ સાથે આંગળી પરની શાહી અને ઇલેક્શન કાર્ડ બતાવતા પાયલબેન ખરેખર અન્ય માટે પ્રેરણા રૂપ છે.
