ભરૂચ: પાનોલી GIDCમાં ભીષણ આગ, સંઘવી ઓર્ગેનિક્સ કંપની આગની ઝપેટમાં, 10 થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Live TV
-
અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDCમાં આવેલા ઉદ્યોગો પૈકીની એક કંપની સંઘવી ઓર્ગેનિક્સમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે 10 થી પણ વધુ ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ આગના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે પણ સ્પષ્ટ થયું નથી.