Skip to main content
Settings Settings for Dark

ભાજપ, કૉંગ્રેસ, આપ જેવા વિવિધ પક્ષોના નેતાઓએ ગુજરાતમાં જાહેર ચૂંટણી સભાઓને સંબોધિત કરી

Live TV

X
  • ભાજપના વરિષ્ઠ નેતા  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરતા આણંદ,  તેમજ સુરેન્દ્રનગર તથા જૂનાગઢમાં સભા સંબોધી હતી. તેમણે ગરમીમાં મોટી સંખ્યામાં  હાજર રહેવા બદલ આગવી શૈલીમાં  લોકોનો આભાર માન્યો હતો સાથે જ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે જેમ પાકિસ્તાનમાં લોટની અછત છે તેમ કોંગ્રેસ પાસે જનાધારની અછત છે, અહીં કોંગ્રેસ મરી રહી છે અને તેના માટે પાકિસ્તાન રોદણા રડે  છે તો કોંગ્રેસ શાબ્દિક ચાબખા મારતા કહ્યું કે કોંગ્રેસ રામભક્તો અને શિવભક્તો વચ્ચે ભેદ કરાવે તેવા ખતરનાક નિવેદનો આપે છે 

    રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના સ્ટાર પ્રચાર અશોક ગેહલોત આજે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં જાહેરસભા સંબોધતા પહેલા તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. અશોક ગેહલોતે કૉંગ્રેસની જીતનો દાવો કર્યો હતો. સાથે જ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ચૂંટાયેલી સરકારને ભાજપ તોડી રહી છે.

    ભાવનગર લોકસભા બેઠકના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં સુનિતા કેજરીવાલે રોડ શો કર્યો હતો. તેમની સાથે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિત આપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુનિતા કેજરીવાલે સભાને સંબોધતા ભાજપની તાનાશહી પર આક્ષેપ કર્યા હતા.

    અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચાર પ્રસારથી જ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં માલપુર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. માલપુર ખાતે યોજાયેલી જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી માટે મત માંગ્યા હતા. માલપુર ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply