Skip to main content
Settings Settings for Dark

ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ગુજરાતમાં, આગામી લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે તૈયારીઓની કરાઈ સમીક્ષા

Live TV

X
  • ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ગુજરાતમાં, આગામી લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે તૈયારીઓની કરાઈ સમીક્ષા

    ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તથા અન્ય ચાર વરિષ્ઠ અઘિકારીઓની એક ટીમે 25 અને 26 ઑક્ટોબર, 2023 દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેમણે લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને તેને સંલગ્ન ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું

    26 ઓક્ટોબરે ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અઘિકારીઓની ટીમ દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા  ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી ઉપરાંત EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ, PWD, વયસ્ક અને થર્ડ જેન્ડર મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ, ફોટો ઓળખકાર્ડ, મતદાન મથકો પર પૂરી પાડવાની સુવિધાઓ,1950 ટોલ ફ્રી નંબરની , સુવિધા નંબર જેવી બાબતો અંગે ઝીણવટભરી ચર્ચા-સમીક્ષા કરવામાં આવી.

    આ સમીક્ષા બેઠકમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ ઉપરાંત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply