Skip to main content
Settings Settings for Dark

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ગુજરાતની વિસરાતી જતી કળા અંગેના વર્કશોપનું આયોજન

Live TV

X
  • સાડા ચાર હજાર વર્ષ જુની અજરખ કળા અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું

    ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે 7 દિવસીય વર્કશોપનો પ્રારંભ થયો છે. જેમાં વર્કશોપના પ્રથમ દિવસે ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કચ્છની અજરખ કલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાડાચાર હજાર વર્ષ જૂની અજરખ કળામાં લાકડાના વિવિધ બ્લોક પર ડિઝાઇન કોતરી બ્લોક દ્વારા હર્બલ કલરનો ઉપયોગ કરી કાપડ પર અવનવી ડિઝાઇન પ્રિન્ટ કરી વસ્ત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યારે ખાસ સેમિનાર માટે કચ્છથી આમંત્રિત અજરખ કલાના જાણકારે વિદ્યાર્થીનીઓને કલા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓએ પણ માર્ગદર્શન મુજબ કલા પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply